ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના સાદડવેલ અને હરણગામ ગામના ઘણા લોકોને બચકા ભરી છેલ્લા 1 મહિનાથી ઊંઘ હરામ કરનારા તોફાની કપિરાજ આજે ચીખલી વન વિભાગ દ્વારા ગોઠવેલા પાંજરામાં પુરાયો હોવાથી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ચીખલી તાલુકાના સાદડવેલ અને હરણગામ ગામમાં એક વાનર આવી ગયા હતો. તેણે ગામના ઘણા લોકોને બચકાં ભર્યા હતા અને અવાર નવાર લોકોના ઘરમાં ઘૂસી તોફાન મચાવ્યું હતું. ગામ લોકો દ્વારા તેની ફરીયાદ ચીખલી વન વિભાગને કરાઈ હતી. વનવિભાગ અને વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારીની ટીમ રેસ્ક્યુ કરાયું હતું ત્યારે મસ્તીખોર અને ચાલાક કપિરાજ ભાગીને ઉંચા ઝાડ પર ચડી જતો હતો. તેને પકડવામાં ટીમએ ખુબ જ પરસેવો પડાવ્યો હતો.
વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશનની ટીમની કપિરાજ પર સતત નજર હતો ત્યારે મંગળવારે રાત્રે 11 વાગે સાદડવેલના વાવ ફળિયામાં પ્રકાશભાઈ છોટુભાઈ પટેલના ઘરમાં કપિરાજ આવી ચડતાં ટીમ દ્વારા કપિરાજનું રેસ્ક્યુ સહીસલામત રીતે વનવિભાગ અને વાઈલ્ડલાઈફ વેલફેરની ટીમે દૂરના જંગલમાં મુક્ત કરી દીધો હતો.











