ધરમપુર: વર્તમાન સમયમાં શહેરોમાં લુંટફાટ ચેન સ્કેચિંગ અને ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ધરમપુર તાલુકાના બારસોલ ગામમાં થી ઓટલા પર પાકૅ કરેલી મોપેડ બાઈકની અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના બારસોલ ઞામના મંદિર ફળીયા ખાતે રહેતાં જયદીપ જઞુ પટેલ ઉ 29 કે જેઓએ પોતાના ધરની બહાર ઓટલા ઉપર પોતાની મોપેડ બાઈક જીજે 15 ડીપી 3065 પાકૅ કરી હતી જોકે જયદીપ પટેલ રાત્રે જમી પરવારી ને સૂઈ જતાં બાદ સવારે ઉઠીને જોતા પોતાની મોપેડ બાઈક ધરની બહાર ન દેખાતા કોઈ ક અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જતાં જે અંઞેની ફરિયાદ જયદીપ પટેલ ધરમપુર પોલીસ મથકે કરવામાં આવી છે.
હવે તો બાઈકોને પણ લોકર રાખવાનો સમય આવી ગયો હોય એવી ઘટના સામે આવવા લાગી છે ઘરના ઓટલા પરથી પણ બાઈકો ચોરાવવા લાગી છે ત્યારે શું કહેવું ! ધરમપુરમાં બનેલી આ ચોરીની વારદાત વિષે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.. જોઈએ પોલીસને ચેલેન્જ ફેકતાં આવા ચોરો પકડાઈ છે કે નહિ !

