વાંસદા: આજરોજ વાંસદા મનપુર ગામમાં નવ નિયુક્ત સરપંચ દ્વારા વચલા ફળીયામાં દેવજુભાઇના ઘર તરફ જતા ડામર રસ્તો, વડલી ફળ્યાં દુર્લભભાઈના ઘર તરફ જતો રસ્તા, લાલજીભાઈ ડુંગરી ફળ્યા તરફ ડામર રસ્તોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

થોડા સમય અગાઉ જ લોકો દ્વારા ગામના નવા ચુંટાયેલા સરપંચો પોત-પોતાના ગામોના વિકાસના કાર્યો કરવાનો આરંભ કરી દીધો છે ત્યારે આજરોજ વાંસદા મનપુર ગામમાં નવ નિયુક્ત સરપંચ દ્વારા વચલા ફળીયામાં દેવજુભાઇના ઘર તરફ જતા ડામર રસ્તો, વડલી ફળ્યાં દુર્લભભાઈના ઘર તરફ જતો રસ્તા, લાલજીભાઈ ડુંગરી ફળ્યા તરફ ડામર રસ્તોનું ખાત મુહૂર્ત કાર્યું હતું.

આ ખાતમુહૂર્ત પ્રસંગે મનપુર ગામના સપંચશ્રી યોગિતાબેન, યુવા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાંવિત, શંકરભાઈ, ચિંતુભાઈ, છીતરભાઈ, ઇશ્વરભાઇ, ગણેશભાઈ, અનિલભાઈ, જયેશ ભાઈ, નીલમભાઈ, જયંતીભાઈ, સાશ્વતભાઈ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા