ગુજરાત: જાણે ગુજરાત ક્રાઈમ સીટી બન્યું હોય તેમ એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ પહેલા સુરતના કામરેજ વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેને લઈને ખુબ જ આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આવામાં વધુ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મહેસાણામાં સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા કરાયાનો બનાવ સામે આવ્યો છે.

ગાંધીનગર લીંક રોડ પર આવેલી ગોકુલધામ ફ્લેટ સામે બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.એવું જાણવા મળ્યું છે કે બાળકી નજીકમાં ઝુંપડામાં રહેતા શ્રમિકની દીકરી હતી.રાત્રે 3 વાગે ગુમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ કરી પણ તેનો પત્તો લાગ્યો ન હતો અને સવારે મૃતદેહ મળી પરિવાર શોકગ્રસ્ત બન્યું હતું બાદમાં ઘટના વિષે પોલીસને જાણ કરાઈ હતી.

હાલમાં ગળે ફાંસો આપી હત્યા કરી હોવાનો અનુમાન લગાવામાં આવી રહ્યા છે પરંતુ કારણ હજુ અકબંધ છે જેથી પોલીસે ઘટના સ્થળે આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.