વલસાડ: બલસાર ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશનના ઉપક્રમે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી ગુજરાતમાં પ્રથમવાર વલસાડમાં રમાયેલી અંડર-19 આંતર જિલ્લા સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં અમદાવાદની ટીમે ભરૂચને  7 વિકેટે હરાવી ચેમ્પિયન બન્યું હતું.

Decision Newsને મળેલી માહિતી અનુસાર ફાઈનલ મેચની વાત કરીએ તો ટોસ જીતી પ્રથમ દાવમાં ભરૂચની ટિમ 85 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં અમદાવાદની ટીમે 17.5 ઓવરમાં લક્ષ્યક પૂર્ણ કરી મેચ જીતી લીધી હતી. ફાઇનલ મેચ દરમિયાન  જી.સી.એ ના સેક્રેટરી અશોકભાઈ બ્રહ્મભટ્ટ, જોઈન્ટ સેકેરેટરી અનિલ ભાઈ પટેલે ટુર્નામેન્ટના આયોજન બદલ બીડી સીએની સરાહના કરી હતી.

ફાઇનલમાં અમદાવાદ ટીમના કેપટન પ્રાંશું બધેકાએ 6.5 ઓવરમાં 14 રન આપી 6 વિકેટ ઝડપી હતી. જીસીએના  જુનિયર હેડ કોચ હિતેશ મજુમદાર, બિમલ ભાઈ જાડેજા, બીડીસીએના માનદ મંત્રી જનક ભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટનું સંચાલન હેમંત પચાલ, હીરાલાલ ટંડેલ, સંતોષ દેસાઈ પ્રવીણ બલસારાએ કર્યું હતું. ટુર્નામેન્ટનું આયોજન સરદાર પટેલ સ્ટેડિયમ અને રાબડા ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ઉપર  કરાયું હતું.