ચીખલી: ગુજરાતના વિવિધ જિલ્લાઓના શહેરોમાં તો છેતરપીંડી બનાવો બનવાની ઘટનાઓ આપણે સંભાળી છે પણ હવે તો ગ્રામકક્ષાએ પણ આવા ધુતારા લોકો લુટી રહ્યા છે આજે નવસારીના ચીખલી તાલુકાના ખૂંધ ગામના યુવકે વિદેશ મોકલવાના બહાને 8 યુવકો સાથે રૂ.45.90 લાખની છેતરપીંડી કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના ખૂંધ ગામના યુવક તેજરાજ પટેલ દ્વારા વિદેશ મોકલવાના બહાને ચીખલી તેમજ આજુબાજુના ગામોના 8 યુવકો સાથે રૂ.45.90 લાખની છેતરપીંડી આચરતા એના વિરૂદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ગામડાઓમાંના વિદેશ ઇચ્છુક યુવાનોને યુક્રેન થઇ યુરોપ મોકલવાનું જણાવી ત્યાં સ્કોડા કંપનીમાં જોબ અપાવવાની વાત કરી હતી. ચીખલી પોલીસ આ લેભાગુ ફોર્ડ એજન્ટની અટક કરી ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.