ગુજરાત: આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 347 કેસ નોંધાયાનું જણાવા મળ્યું છે ત્યારે આજ આ આંકડા સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 4464 પર પહોંચ્યો છે. ગુજરાતમાં 40 લોકો વેન્ટીલેટર પર છે. 4424 લોકો સ્ટેબલ થયા છે.
Decision Newsને મેળવેલી માહિતી મુજબ અમદાવાદ કોર્પોરેશનમાં 128, વડોદરા કોર્પોરેશનમાં 36, વડોદરા 23, બનાસકાંઠા 19, ગાંધીનગર કોર્પોરેશન 16,રાજકોટ કોર્પોરેશન 13, આણંદ 12, રાજકોટ 12, અરવલ્લીમાં 9 કેસ નોંધાયા છે. બીજી તરફ આજે 887 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. આજે 1,60,799 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 6 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશનમાં 2 કોરોના દર્દીનું મોત થયું હતું.
અત્યાર સુધીમાં રાજ્યમાં 1205543 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10902 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 6 લોકોના મોત થયાની ખબર સામે આવી છે.

