ધરમપુર: ગતરોજ વલસાડના ધરમપુર પોલીસ મળેલી બાતમીના મુજબ પંચો સાથે જામલીયા ગામે ઝાપાચીમાળી ફળીયામાં પોહચી હતી. જ્યાં ખુલ્લી જગ્યામાં બેસી કાગળની કાપલી સાથે લખી રહેલા એક ઇસમને પોલીસે કોર્ડન કરી પકડી પાડયો હતો.

પોલીસના સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વરલી મટકાથી પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડતા પકડાયેલા જામલીયાના શાંતિલાલ દેશમુખ પાસેથી જુગાર રમવાના સાધનો, કાપલીઓ અને જુગારના રોકડા રૂપિયા 4210નો મુદ્દામાલ મળી આવ્યો હતો

વલસાડ LCBએ ધરમપુર પોલીસ સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે પંચો સાથે વાઘવળ ગામના સીમાડે ડુંગરના કિનારે કાજુની વાડીમાં ગઈ હતી ત્યાં પોલીસએ વાઘવળના શીવરામ જાદવ અને અવલખંડીના મણીલાલ બૈજા નામના ઈસમોને વરલી મટકાનો જુગાર રમતા પકડી પાડયા હતા. પોલીસને જગ્યા પરથી રોકડા રૂપિયા 13,920, કાપલીઓ અને મોબાઇલ મળી કુલ રૂપિયા 19,420નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સ્થળ પથી ભાગી છૂટેલાં પંગારબારીના સુનિલ પાડવીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.