આજે સાયન્સ યુનિ. ઓડિટોરિયમ, ગાંધીનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર અર્પણ સમારોહ, માતૃભાષા સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લા, તાલુકા ડોલવણ, ઉમરવાવદૂર ગામના વતની એવા યુવા લેખક-સંશોધક રોશન ચૌધરી દ્વારા સંપાદિત-લેખિત દક્ષિણ ગુજરાતનાં પરંપરાગત ચૌધરી લોકગીતો પુસ્તકને પ્રથમ પારિતોષિક મળ્યું હતું

આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રી ડૉ. હીમાંશુ પંડ્યા – ગુજરાત યુનિ. કુલપતિ, અકાદમી અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યાના વરદ્ હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. રોશન ચૌધરી કૉલેજકાળથી પોતાની આસપાસ લુપ્ત થઈ રહેલ લોકસાહિત્ય, સંસ્કૃતિ, માતૃભાષાનું જતન, સંપાદન-સંવર્ધન કાર્યમાં રસ દાખવી એક ઐતિહાસિક કાર્ય કરી રહ્યા છે. જેમાં એમનું પુસ્તક ‘દક્ષિણ ગુજરાતનાં પરંપરાગત ચૌધરી લોકગીતો’ ને પ્રથમ પારિતોષિક મળતા ગામ, સમાજનું નામ મુજમ રોશન કર્યું છે. તે બદલ સાહિત્ય રસિકો દ્વારા એમને અનેકો શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ભિન્ન ભિન્ન સાહિત્ય સ્વરૂપોમાં એમના કુલ ૬ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકસાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરનારોમાં રોશન ચૌધરી એક એવી વ્યક્તિ છે કે જેમને ગુજરાત સાહિત્ય અકાદમીના બબ્બે પુરસ્કાર મળ્યા છે. આ અગાઉ એમના ‘દક્ષિણ ગુજરાતની ચૌધરી લોકવાર્તાઓ’ પુસ્તકને પુરસ્કાર મળી ચૂક્યો છે અને આ પુસ્તકને વીર નર્મદ દ.ગુ. યુનિ. સુરત, ગુજરાતી વિભાગ એમ.એમ.ના અભ્યાસક્રમમાં પણ સ્થાન મળેલું હતું. સાથે ખાસ વાત તો એમના આ બંને પુસ્તકોને અમેરિકાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં પણ અવલેબલ છે.
દક્ષિણ ગુજરાતની લોકભાષા, સાહિત્ય-સંસ્કૃતિના સંવર્ધન જતન કરવાના પ્રયાસરૂપ તેમનું આ પ્રેરણાદાયી કાર્ય આવનાર નવી પેઢીને લોકવિદ્યાના ક્ષેત્રમાં સંશોધનની જરૂર નવી દિશા મળી રહેશે.