ગાંધીનગર: વિશ્વમાતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ ને રવિવારના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ સમારોહ કુંકણા લોકવાર્તા ‘ પુસ્તકને દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું.
Decision News ને મળેલી માહિતી મુજબ વિશ્વમાતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ ને રવિવારના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ સમારોહ નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી, ગાંધીનગરના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો જેમાં લોકસાહિત્ય વિભાગમાં વર્ષ ૨૦૧૯માં પ્રકાશિત ‘ કુંકણા લોકવાર્તા ‘ પુસ્તકને દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું. આ ક્ષણે ગુજરાત સાહિત્ય અકાદમી, પરામર્શક, માહિતીદાતા, ગુરુજનો અને મિત્રોનો લેખક આભાર પ્રગટ કરે છે.
મહેન્દ્રભાઈ દ્વારા ૨૦૧૯માં પ્રકાશિત કરવામાં આવેલાં ‘ કુંકણા લોકવાર્તા ‘ પુસ્તકમાં આદિવાસી સમાજના કુકણા બોલીમાં કહેવાતી વાર્તાઓનો સંગ્રહ છે આ વાર્તાઓ દ્વારા તમને આદિવાસી સમાજની સંકૃતિ અને એના પરંપરાગત રીતી રીવાજોથી સમૃદ્ધિ માણી શકો છો.

