ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાના વાડ રાન્ધા ગામે આદિવાસી એકતા કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેરગામ વાડ ગામના આદિવાસી સમાજની 9 ટીમોએ ભાગ લીધો હતો જેનું ઉદ્ઘાટન યુવા પ્રિય કલ્પેશ પટેલના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલ્પેશ પટેલ દ્વારા ક્રિકેટ ટુનાર્મેન્ટના આયોઅજકોને શુભેચ્છા પાઠવી અને યુવાનોને ધરમપુર તાલુકામાં તા.28 ફેબ્રુઆરી 2022ના દિને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતું જેના માટે ધરમપુર બિરસામુંડા સર્કલ સમય સવારે 10:00 કલાકે તમામ યુવાનો ભેગા થવાનું જણાવ્યું હતું. જુઓ વિડીયોમાં…

આ કાર્યક્રમમાં વાડ ગામનાં દિનેશભાઈ, વાડ ગામનાં સરપંચશ્રી ચેતનભાઈ, ખેરગામનાં પ્રત્રકાર હિતેશ ભાઈ, જીગ્નેશભાઈ, વાડ રૂઢીગામના અધ્યક્ષ ઉમેશભાઈ, ઉપાધ્યક્ષ મિન્ટેશભાઈ, ગણેશભાઈ અને આયોજક મિત્રો ગજાનંદ ગૃપ રાન્ધા ઉપસ્થિત રહ્યા હતા.