વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં આવેલી સરીગામની આરતી ડ્રગ્સ ફરી આવી વિવાદમાં અગાઉ કેમિકલ વેસ્ટની ટ્રક ઝડપાઈ હતી તો આ વખતે વગર બિલનું કેમિકલ ભરેલ ટેન્કર પોલીસએ ઝડપી પાડયુ છે આ મામલો હાલમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સરીગામની આરતી ડ્રગ્સ ફરી આવી વિવાદમાં અગાઉ કેમિકલ વેસ્ટની ટ્રક ઝડપાઈ હતી તો આ વખતે વગર બિલનું કેમિકલ ભરેલ ટેન્કર પોલીસએ ઝડપી પાડયુ હતું આ બિલનું વગરનું કેમિકલ ભરેલું ટેન્કર મહારાષ્ટ્રમાં કેમ લઈ જવાતું હતું ? કોણ છે કંપનીનો કર્મચારી ? આ આ પ્રવૃત્તિ કરવા પાછળ શું અને કોની મંછા રહેલી છે. જેવા અનેક સવાલો આ ઘટનાને લઈને ઉઠી રહ્યા છે.
લોકોનું કહેવું છે કે આવી પ્રવૃત્તિ ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરતી જાય છે ત્યારે ગુજરાત પોલ્યુશન બોર્ડ આ બાબતે વધુ ધ્યાન આપે એ જરૂરી બન્યું છે આવી પ્રવૃત્તિ કરનારા કંપનીના માલિકો સામે કડક પગલાં ભરવા જોઈએ તો જ આવા પ્રકારના કાર્યોની અટક થશે.

