વાંસદા: એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોના ખિસ્સાને ડામ દઈ રહ્યા છે. એવામાં હવે ગૃહિણીઓ માટે માઠા વાવડ આવ્યા છે. કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં ફરી એક વખત મોટો વધારો થયો છે. સીંગતેલમાં 30 રૂપાયા, તો કપાસીયાનાં તેલમાં 20નો ભાવ વધારો ઝીંકાયો છે.

Decision Newsએ મેળવેલી માહિતી પ્રમાણે જેને લઈને સીંગતેલનો ડબ્બો 2370 રૂપિયા પહોંચ્યો છે. જ્યારે કપાસીયા તેલનો ડબ્બો 2310 રૂપિયા ભાવે પહોંચ્યો છે. કપાસના ભાવ આસમાને પહોંચતા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સૌથી વધુ લોકો કપાસિયા તેલનો લોકો વપરાશ કરે છે. ખાસ મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે.

મોંઘવારી કારણે ગરીબ અને સામાન્ય વર્ગ માટે આજે એક એક દિવસ કાઢવો મુશ્કેલ બની ગયો છે હવે જોવું રહ્યું છે આ મોંઘવારી કેવો દહાડા બતાવે છે.