ડાંગ: કોરોના કાળમાં ખાસ કરીને અન્ય બીમારી માટે લોહીની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં  ડાંગ જિલ્લા યુવા બહુજન સમાજ પાર્ટી દ્વારા ગતરોજ ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટીમાં અને ચિકટીયા ગામમાં રક્તદાન કરવામાં આવ્યું છે

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ડાંગ જિલ્લા યુવા બહુજન સમાજ પાર્ટી દ્વારા ગતરોજ ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટીમાં ચિકટીયા ગામમાં રક્તદાન કરાયું હતું. મહેશભાઈ આહિરે પરેશભાઈ ગાવિત ઇલમભાઈ પવાર સોનિરાવ ભાઈ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

ડાંગ રક્તદાનને લઈને લોકોમાં ડરની સાથે અંધશ્રદ્ધાના લીધે ઘણા તાત્કાલિક બ્લડની જરૂરીયાત વખતે ઉપલબ્ધ બનતું નથી ત્યારે ઘણી મુશ્કેલી ઉભી થતી હોય છે આવા સમયે આ રક્તદાનની ભૂમિકા ભજવે છે. ત્યારે BSPના જાગૃત યુવાનો લોકોમાં રક્તદાન વિષે જાગૃતિ આવે એવા પ્રયાસો કરી રહ્યા છે.