વાંસદા: વર્તમાન સમયમાં ગુજરાતમાં સ્ત્રી વિરુદ્ધ છેડતી, હત્યા શારીરિક માનશીક સતામણીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાનાના વાંસદા તાલુકા મહિલા કોંગ્રેસ આયોજીત મહિલા શક્તિ સંવાદનો કાર્યક્રમ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કેલીયા ગામે રાખવામાં આવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના કેલીયા ગામે મહિલા શક્તિ સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં વાંસદા તાલુકાના દરેક ગામના બહેનો જોડાયા હતા આ સંવાદનો કાર્યક્રમ યોજવા પાછળ બહેનોને પડી રહેલી મુશ્કેલીઓ તેઓની સમસ્યાઓ તેઓના સુરક્ષાના પ્રશ્નોના સશક્તિકરણના પ્રશ્નો માટે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે મહિલા શક્તિ સંવાદના કાર્યક્રમ થકી મહિલાઓ સુરક્ષિત થાય મહિલાની અવાજ અને પ્રશ્નોને વાચા મળે અને આવનારા સમયમાં મહિલાઓ ને કોઈ મુશ્કેલી નહીં નડે મહિલાઓના બનાવેલા સખીમંડળો હવે ખાનગી બેંકોની ચુગલમાં આવી ગયા છે મસમોટા વ્યાજે ખાનગી બેંકો લોન આપે છે મહિલાઓને સૌથી વધુ મોંઘવારી નડે છે જે આ સરકારે આપી છે ઉજવલા ગેસ ના બહાને લાખો બહેનો ને મોંઘા ભાવે સિલિન્ડરો મળી રહ્યા છે નરેગા માં કામ કરતી મહિલાઓને ત્રણ મહિનાથી રોજગારી મળતી નથી રોજગારી વગર બહેનો ઘર કેવી રીતે ચલાવશે એ પ્રશ્ન છે નજીવી રોજગારીમાં મધ્યાન ભોજન કર્મચારી આશા વર્કરો અને આંગણવાડી વર્કરો કામ કરી રહી છે મહિલાઓ ભાજપના રાજમાં સુરક્ષિત નથી. કાર્યક્રમને જુઓ વિડીયોમાં…

નવસારી જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મહિલાઓ રણચંડી બનીને કોંગ્રેસને જીતાડવાનું કામ કરશે. આ કાર્યક્રમનું સંચાલન અનિતાબેનએ કર્યું આ કાર્યક્રમમાં મહિલા પ્રમુખ અંજનાબેન ગામીત, ચંપાબેન, રેખાબેન, ભગવતીબેન માહલા, સરપંચ રાધાબેન, સરપંચ રમીલાબેન, સરપંચ મીનાબેન, સંગીતાબેન, સરપંચ લતાબેન, વૈશાલીબેન, હસમુખભાઈ અનંતભાઈ માહલા, નિકુંજ, ધર્મેશ, ઈલયાસ પ્રાણીયા વગેરે હાજર રહ્યા હતા