ધરમપુર: આજરોજ ધરમપુરના ગાંધી વિચાર સાથે ગ્રામોત્થાનની પરિકલ્પનાને સાર્થક કરવા સતત પ્રયાસરત ખોબા આશ્રમની વલસાડ જિલ્લાના કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં તેઓએ ગાંધી વિચારધારા સાથે ગ્રામ વિકાસને સમજવાની કોશિશ કરી હતી.
Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે ગ્રામોત્થાનની પરિકલ્પનાને સાર્થક કરવા સતત પ્રયાસરત ખોબા આશ્રમની મુલાકાત લીધીઅને આશ્રમમાં થયેલા બાળકોના ભોજન અને મિટિંગનું નિરક્ષણ કરી હાલમાં ખોબા આશ્રમ અને લોક મંગલમ ટ્રસ્ટ કયા પ્રકારના ગામ અને ગ્રામ્ય લોકોના વિકાસના કામો કરી રહ્યા છે અને આવનારા સમયમાં કેવા કામની કામગીરીનું આયોજન કરવામાં આવશે અને તેમાં તંત્રનો કેવી ભૂમિકા ભજવશે એના વિષે સંસ્થાના સ્થાપક સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે ધરમપુરના મામલતદારશ્રી, પંગારબારી રેંજના ફોરેસ્ટ અધિકારી, ધરમપુરના જાણીતા વકીલશ્રી હાર્દિક ભાઈ અને મોટાપોઢાં કોલેજના પ્રો. ડો આશાબેન તથા તંત્રના વિવિધ અધિકારી હાજર રહ્યા હતા.
મહાત્મા ગાંધી એવું માનતા કે જે ભારતનો વિકાસ કરવો હોય તો પહેલા ગામડાઓનો વિકાસ જરૂરી છે અને આ જ વિધાનની આજના યુગમાં પ્રસ્તુતતા આપણે જોઈ શકીએ છે ત્યારે ગ્રામ ઉત્થાન કાર્યો કરતાં વ્યક્તિ અને સંસ્થાઓને સતત ગતિ મળતી રહે એવો પ્રયાસ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

