ચીખલી: નવસારીના ચીખલી તાલુકામાં અકસ્માતના અવાર-નવાર અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે આજરોજ ફરી એકવાર આવો જ એક હદય કંપાવી દે એવો કિસ્સો બન્યાની ઘટના સામે આવી છે જેમાં અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલીના ટાંકલ ચાર રસ્તા પર સવારે 11.30 am આસપાસ ડંપર અને સાયકલ સવાર વચ્ચે થયો હતો. સાયકલ સવાર ચંદુભાઈ રવજીભાઈ પટેલ રહે વાંઝણા નવા ફળિયા જેવો કોઈક કારણો સર ટાંકલ ગયા હતા. ત્યાં ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું છે એમ ટાંકલ ચોકડી પર પોહોચતા સાયકલ સવાર ચંદુભાઈ સાયકલ પરથી પડી ગયા હતા ત્યારે ચંદુભાઈનો કાળ મુખે ત્યાં જ ભમતો હોય એમ લાગી રહ્યું છે સાયકલ પરથી પડે કે તરત પાછળથી આવતું GJ-15-AV- 6867 ડંપર સાથે અથડાય જતા સાયકલ સવાર ચંદુભાઈની ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું

સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ રાનકુવા પોલીસ મથકે કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર પોહચતાં મૃતકને PM અર્થે ચીખલી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાની વધુ તપાસ રાનકુવા પોલીસ ચોકીના PSI વસાવા સાહેબ કરી રહ્યા છે