વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના ગંગપુર ગામના આદિવાસી હક્ક અધિકારોના લડવૈયા રૂઢી ગામ સભાના અધ્યક્ષ એવા સોમલુભાઈ ગાવિત 18 ફેબ્રુઆરી 2020 ના દિને પ્રકૃતિ વિલીન થાય હતા જેને 1 વર્ષ થયું તેઓની આદિવાસી જીવન પરંપરાગત પુરા કદની પ્રતિમાનું સ્થાપના અને ભાવાંજલિ સ્મરણ કાર્યકમ રાખવામાં આવ્યો હતો
Decision Newsને સ્થાનિકોનું કહેવું છે કે સોમલુભાઈ ગાવિત હંમેશા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોના હક અને અધિકાર માટે લડતા રહેતા હતા તેમને આદિવાસી હક માટે ઘણા કામો કર્યા છે જે આજે પણ લોકો યાદ કરતાં કહે છે કે તેમની ખોટ આજે પણ ગામમાં જયારે ગરીબોને ન્યાય ન મળે ત્યારે વર્તાય છે.
આજના આ કાર્યક્રમમાં આદિવાસી લીડર સોમલુભાઈ ગાવિતને જય સંવિધાન જય ભીમ જય જય આદિવાસી જોહારના નારા સાથે યાદ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રતિમા પર પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા.

