ખેરગામ: હાલમાં Decision Newsને મળેલી તાજા જાણકારી પ્રમાણે ખેરગામમાં ધરમપુરના યુવાનનો અકસ્માત થયો છે તેઓ ધરમપુર થી ખેરગામ વાયા થઈ ચીખલી તરફ મજૂરી અર્થે જઈ રહ્યો હતા ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી

ઘટના સ્થળ પરથી મળેલા રીપોર્ટ અનુસાર ધરમપુરના ઉકતા ઘોડમાર ફળિયાનો રહેવાસી યુવાન ખેરગામ વાયા થઈ ચીખલી તરફ મજૂરી અર્થે જઈ રહ્યો ત્યારે સામ સામે બાઈક અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં અન્ય બાઈકના પાછળના ભાગે અથડાતા અકસ્માતમાં યુવાનનું મોત થઇ ગયું હતું…  જુઓ વિડીયોમાં

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પોહચી આગળની તપાસ હાથ ધરી હતી અને મોતને ભેટેલા યુવાનની લાશને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ખેસેડાઈ છે.