વાપી: વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી મામલે પકડાયેલી મહિલાનો પોલીસ સ્ટેશનના લોકઅપના સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળી આવવાનો બનાવ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વંટોળ ઉભી થયું છે.

પોલીસ રીપોર્ટ અનુસાર સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. પોલીસે ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને ખસેડી આપ્યો છે. વાપી ટાઉન પોલીસના જણાવ્યા મુજબ, લતા ઉર્ફે સુશિલાબેન ગવ્હણે દારૂની હેરાફેરી કરતા ચલા વિસ્તારમાંથી ઝડપાયા બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ સમયે લતાબેન પોતે પણ નશામાં હતા. લતાબેનને PSOના ટેબલની સામે મહિલા લોકઅપની બહાર બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડીવાર પછી લોકઅપના સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઘેલી હાલતમાં લતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે હાલમાં લતાબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત ખસેડવામાં આવ્યો છે,