ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2નું આયોજન સાજીદ શેખ તેમજ સજ્જુ શેખ દ્વારા કરાયું જેમાં ચાર ટીમ પૈકી દરેક ટીમમાં મુસ્લિમ સમાજના 6 અને હિન્દુ તેમજ અન્ય સમાજના 5 પ્લેયર રમાડી ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ક્રિકેટ સ્પર્ધાનું ઉદ્ઘાટન ધર્મચાર્ય પરભુદાદા તેમજ ડો.નિરવ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્પર્ધાની તમામ લીગ અને સેમી ફાઈનલ બાદ ફાઈનલ મેચમાં સજ્જુ ઇલેવન અને જાવેદ એન્ડ સન્સ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં જાવેદ એન્ડ સન્સ 17 રનથી વિજેતા બની હતી.
આ સ્પર્ધા વિષે જાણીતા કથાકાર પ્રફુલભાઈ શુકલ કહે છે કે હિન્દુ-મુસ્લિમોની એકતા માટે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને બિરદાવી હતી. કામદાર નેતા આર.સી.પટેલે જણાવ્યું કે ખેરગામની એકતા ક્રિકેટ ટીમના આયોજકોએ સાચા અર્થમાં વિશ્વ આખાને શાંતિ, રાષ્ટ્રભાવના અને ભાઈચારાનો જબરદસ્ત સંદેશો આપ્યો છે. આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી અઝીઝભાઈ શેખ, તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ, સરફરાઝભાઈ શેખ સહિતના અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો.

            
		








