વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના દુબળ ફળીયા ગામમાં વાઘ દેવી ફળિયામાં આદિમ જુથમાં વર્ષોથી પાણીની ઉઠેલી માંગને લઈને તત્કાલીન સરપંચ મહેન્દ્રભાઈને જાણ કરવામાં આવી હતી જેને લઈને સરપંચે આ લોકોને આશ્વાસન તો આપ્યું જ પણ તેમણે તેમની સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવી દીધી હતું
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના દુબળ ફળીયા ગામમાં વાઘ દેવી ફળિયામાં આદિમ જુથમાં વર્ષોથી પાણીની ઉઠેલી માંગને લઈને લોકો નવા સરપંચ પાસે ગયા હતા મહેન્દ્રભાઈએ આ આદિમ જૂથ પરિવારની પાવાના પાણીની સમસ્યા સંભાળી અને તેમને તાત્કાલિક સમસ્યા પર પગલાં લીધા અને તેમને ત્વરિત પાણીના બોરની વ્યવસ્થા ઉભી કરી દીધી હતી. આમ સમગ્ર ફળીયાના લોકોની માંગ સંતોષતા ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે.
થોડા સમય પહેલા જ વાંસદાના દુબળ ફળીયાના સરપંચે પોતાનો ચાર્ચ લીધો છે અને તેમણે ગ્રામજનોના કામ કરવાનું ચાલુ કરી દીધું છે ત્યારે ગામમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

