ખેરગામ: ખેરગામના રાધાબેન દલપતભાઈની દીકરી પારુલ જે વડોદરા રહે છે. તેમની દીકરી મિતિક્ષા દિનેશચંદ્ર ગજ્જર જેણે પારુલ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા-ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-માં સો ટકા ગુણ મેળવી-૧૦ સિજીપીએ‌- સાથે ગોલ્ડ મેડલિસ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ખેરગામના રાધાબેન દલપતભાઈની દીકરી પારુલ જે વડોદરા રહે છે. તેમની દીકરી મિતિક્ષા દિનેશચંદ્ર ગજ્જર જેણે પારુલ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા-ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-માં સો ટકા ગુણ મેળવી-૧૦ સિજીપીએ‌- (ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ)સાથે ગોલ્ડ મેડલિસ્ટથયા છે.

ખેરગામ ખાતે જે સિદ્ધિ બદલ દીકરી મિતિક્ષાનુ સન્માન કરવામાં આવ્યું હતું અને ખેરગામના સમગ્ર ગજ્જર સમાજે દીકરીને અને તેના પરિવારને શુભેચ્છા પાઠવી હતી.