ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે મુરાદાબાદ ગ્રામીણ વિધાનસભા-27ના બૂથ નંબર 417 ખાતે સાયકલના નિશાન પર વોટ આપવા છતાં કમલની પરચી નિકળી રહી છે. એવું મતદાતા જણાવી રહ્યા છે આ બાબતે સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. જુઓ વિડીયો..

પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ હતી  સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ બરેલી જિલ્લાના નવાબગંજ વિધાનસભા-121ના બૂથ નંબર-8 પર પણ ગરબડનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપના લોકો બોગસ વોટિંગ કરી રહ્યા છે, તેની સાથે ચૂંટણી પંચે આ મામલાની નોંધ લઈને નિષ્પક્ષ મતદાનની અપીલ કરવામાં આવી છે.