વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના મુળી ગામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં અસર પામતા 44 પરિવારો જે ઘર વિહોણા થવાના હોઈ એવા મારાં આદિવાસી સમાજના લોકો સાથે વલસાડ કલેકટરશ્રીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.

Decision Newsને જણાવા મળેલી વિગતો પ્રમાણે સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ અમારા સમાજ ના લોકો ને વિકાસ ના નામે વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે.એ 44 પરિવારો એ સરકારશ્રી ના અધિકારીઓ ને વિસ્થાપિત થવાની પણ તૈયારી દાખવી.પરંતુ એના બદલામાં મુળી ગામ માં સરકારી જગ્યા હોઈ ત્યાં જગ્યા ફાળવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. કલ્પેશ પટેલનું કહેવું છે કે આ વિભાગના અધિકારીને પુછવા માંગીએ છીએ કે અમે આદિવાસી આ દેશના માલિક છીએ અને અમે ભીખ નથી માંગી રહ્યા. આ જગ્યા ફાળવવા બાબતે અમુક સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે અમને અમારા ભગવાન બાબા સાહેબએ સંવિધાનની જે તાકાત આપી છે

આ પ્રસંગે જ્યાં મુળી ગામના સરપંચશ્રી ઉમેદ ભાઈ, જીતેન્દ્રભાઈ પટેલ BTS પ્રમુખશ્રી વલસાડ, BTP તાલુકા પ્રમુખશ્રી વલસાડ મયુરભાઈ પટેલ,હિરેનભાઈ પટેલ આદિવાસી સમાજીક કાર્યકર હર્ષદ ભાઈ. જીગર ભાઈ મુળી, કેયુરભાઈ, અને મુળી ગામના આગેવાનો અને આદિવાસી સમાજ ની હક ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા અને સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર એમની પડખે રહછે.