આજે વિશ્વના પ્રેમીઓ માટે ઉત્સવનો દિવસ. આજે પ્રેમીપંખીડાઓ વેલેન્ટાઇન્સ ડે ઉજવણી દક્ષિણ ગુજરાતનું પ્રવાસન સ્થળો સાપુતારા, વઘઈ ગાર્ડન, ડોન હિલ્સ, વિલ્સન હિલ પર કરતાં જોવા મળી રહ્યા છે ત્યારે આજનો આ દિવસ કેમ ઉજવાય છે તેનું જાણવું ખુબ જરૂરી બની જાય છે આવો જાણીએ..

એવું મનાઈ છે કે દરેક પ્રેમીઓ વેલેન્ટાઈન વીકની રાહ આખું વર્ષ આતુરતાથી કરે છે. આ સ્પેશિયલ વીકની શરૂઆત ગુલાબની સુગંધ એટલે કે રોઝ ડેથી થાય છે. કપલ્સ આ દિવસને સ્પેશીયલ બનાવવાથી લઈને પ્રેમીને દિલનો હાલ જણાવવા સુધી, ગુલાબના ફૂલો તથા ચોકલેટનો સહારો લે છે. રોઝ ડે મનાવવા માટે ઘણા કિસ્સાઓ જણાવવામાં આવે છે. જો તમે ROSE ના અક્ષરોને વ્યવસ્થિત કરો છો તો તે બની જાય છે ‘EROS’જે પ્રેમના દેવતા છે. ગ્રીક માઈથોલોજી અનુસાર, પ્રેમની દેવી Venusનું પણ પસંદીદા ફૂલ ગુલાબ છે. પરંતુ સંત વેલેન્ટાઈનની વાર્તા પ્રેમ કરવાવાળા દરેક દિલથી અત્યંત નજીક છે.

દસ્તાવેજ સાથે વાત કરીએ તો ‘ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાજીન’ પુસ્તકમાં વેલેન્ટાઈનની વાત મળે છે. વેલેન્ટાઈનનો દિવસ રોમના એક સંત જેમનું નામ વેલેન્ટાઈન હતું, તેમના નામ પર દુનિયાભરમાં મનાવવામાં આવે છે. કહેવાય છે કે રોમના સમ્રાટ કલાઉડીયસના શાસન દરમિયાન સંત વેલેન્ટાઈન દુનિયાભરમાં પ્રેમને વધતો જોવા માંગતા હતા, પરંતુ તેમની આ વાત રાજાને બિલકુલ પણ પસંદ ન હતી. કલાઉડીયસને લાગતું હતું કે રોમના લોકો પોતાની પત્ની તથા પરિવાર સાથે મજબૂત લગાવ હોવાને કારણે સેનામાં ભરતી નથી થઇ રહ્યા.  લોકો વધારે સંખ્યામાં સેનામાં ભરતી થઇ શકે, એ માટે રાજા કલાઉડીયસએ રોમમાં લગ્ન પર પાબંધી લગાવી દીધી. કલાઉડીયસના આ આદેશનો સંત વેલેન્ટાઈને વિરોધ કરતા અધિકારીઓ તથા સૈનિકો લગ્ન કરાવ્યા. સંતના આ વિરોધથી ગુસ્સે થઈને રાજા કલાઉડીયસે તેમને 14 ફેબ્રુઆરીના દિવસે ફાંસી પર ચઢાવ્યા હતા. માનવામાં આવે છે કે સંત વેલેન્ટાઈનની યાદમાં 14 ફેબ્રુઆરીને ‘પ્રેમના દિવસ’ના રૂપમાં મનાવવામાં આવે છે.