નર્મદા: હાલમાં જ નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ભાઈઓની ક્રિકેટ ટીમ રવિવારના દિવસે તરોપા ખાતે યોજાય હતી જેમાં પાંચ તાલુકાના ક્રિકેટ પ્રેમી શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાંથી ડેડીયાપાડાની ટીમ વિજેતા બની હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ભાઈઓની ક્રિકેટ ટીમ રવિવારના દિવસે તરોપા ખાતે યોજાય હતી જેમાં પાંચ તાલુકાના ક્રિકેટ પ્રેમી શિક્ષકોએ ભાગ લીધો હતો. સમગ્ર જિલ્લાના દરેક શિક્ષક ક્રિકેટપ્રેમી ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક રમતનું પ્રદર્શન કર્યું હતું. આ તમામ ક્રિકેટપ્રેમી શિક્ષકોનું નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ આનંદની લાગણી વ્યક્ત કરી હતી

હાર અને જીત સિક્કાની બે બાજુઓ છે… પરંતુ ખેલદિલીપૂર્વક રમવું એ મહત્વનું છે આ ઉદ્દેશ સાથે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં નર્મદા જિલ્લાની ડેડીયાપાડાના શિક્ષક ભાઈઓને મહેનત રંગ લાવી હતી અને તેમની ટીમ વિજેતા બની હતી જ્યારે નાંદોદ ટીમ રનઅપ રહી હતી.