ગુજરાતના ગામડાઓમાં વિધિવત રીતે ચુંટાયેલા સરપંચે પોતાનો કાર્યભાળ સંભાળી લીધો છે ત્યારે  આજરોજ વાંસદા તાલુકાના નવનિયુક્ત સરપંચ દ્વારા દુબળ ફળિયા ગામના પલાડ ફળિયામાં બ્લોક પેવિગ રસ્તાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું જેને લઈને ત્યાં રહેતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામે પલાડ ફળિયામાં બ્લોક પેવિગ રસ્તાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું જેમાં દુબળ ફળિયા અને ઉપસળ ગામના સરપંચ તરીકે ફરજ બજાલે વડીલ વસંતભાઈ વલ્લભભાઈ પટેલ અને હાલના ચાલુ સરપંચ‌ અને વાંસદા B.T.T.S પ્રમુખ મહેન્દ્રભાઈ નગીન પટેલ, સભ્ય રવિન્દ્ર ભાઈ, નિલેશ ભાઈ, શુકકર ભાઈ, ગણેશભાઈ ગામના આગેવાગો ઉપસ્થિત રહ્યા હતા.

ગામના સરપંચ મહેન્દ્રભાઈનું કહેવું છે કે પોતાના ગામમાં વિકાસના કામો થાય અને ગામમાં લોકોના વણઉકેલાયેલા પ્રશ્નો વાચા આપવા માટે જ હું સરપંચ તરીકે ચુંટાયો છે અને હું પ્રજાના દરેક કામોને ન્યાય આપીશ અને ગ્રામ વિકાસના વધુમાં વધુ કામો કરીશ.