વલસાડ: હાલમાં જ વલસાડની સિવિલ હોસ્‍પિટલ ખાતે ભારત સરકાર દ્વારા પુરસ્‍કૃત સખી વન સ્‍ટોપ સેન્‍ટર કાર્યરત છે. આ સેન્‍ટરની વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે તેમજ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન સખી વન સ્‍ટોપ સેન્‍ટરનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. સખી વન સ્‍ટોપ સેન્‍ટર દરેક મહિલાઓને કેવી રીતે વધુ ઉપયોગી બની શકે તે બાબતે જરૂરી સૂચનો આપ્‍યા હતા. આ મુલાકાત દરમિયાન મહિલા અને બાળ અધિકારી, કચેરીનો સ્‍ટાફ, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના તમામ કર્મચારીઓ અને સિવિલ હોસ્‍પિટલના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા સખી વન સ્‍ટોપ સેન્‍ટર દરેક મહિલાઓને સાથે બેઠક કરી તેમની સાથે ચર્ચાઓ કરી હતી અને તેમની વાતો સંભાળી તેમને જરૂરી માહિતી શેર કરી હતી.

BY અંકેશ યાદવ