ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષાની તારીખ નજીક આવી રહી છે તેવામાં પરીક્ષાના ડરને કારણે તણાવમાં રહેતા વિદ્યાર્થીઓ આપઘાતના રસ્તે જતા હોય છે ત્યારે હાલમાં જ સુરત અને વડોદરામાં ધો 12 ના વિદ્યાર્થીના આપઘાતના બનાવ સામે આવ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સુરતના અડાજણમાં મનીષ અગ્રવાલ નામના વિદ્યાર્થીએ માતાની નજર સામે જ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે વધુ તપાસ કરી રહી છે. જયારે વડોદરામાં ધો 12ના વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. પ્રિલિમ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ 12 કોર્મર્સના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. બે દિવસમા વડોદરામા વિદ્યાર્થીના આત્મહત્યાનો આ બીજો કિસ્સો છે. ઈલોરાપાર્કના 12 કોમર્સના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બધી ઘટનાઓમાં પરીક્ષાના ટેન્શનમાં આવીને વિદ્યાર્થીઓએ આ પગલાં ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ પરિવાર સાથે પૂછપરછ કરી વધુ માહિતી પ્રાપ્ત કરી રહી છે.

