ચીખલી: થોડા દિવસો અગાઉ જે ચીખલી તાલુકાના રાનકુવા હનુમાન ફળિયાની દીકરી જેન્સી જે ધોરણ ૪માં રાનકુવા સિંદૂર ફળિયા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરે છે. તેના ઓપરેશન માટે જે તમામ નામી-અનામી વ્યક્તિઓ સહભાગી બન્યા તેના ફળ સ્વરૂપ આજે સુરત ખાતે આ દીકરીનું સફળ ઓપરેશન થયાનું જાણવા મળ્યું છે.
Decision News દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલના કારણે ચીખલી રાનકુવાના વતની જશવંતભાઈ છગનભાઈ પટેલની પૌત્રી જેન્સી શૈલેષભાઈ પટેલ જે ધોરણ ૪માં રાનકુવા સિંદૂર ફળિયા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરે છે. તેને બાળપણથી પેશાબ અને અન્ય ભાગ તકલીફ હતી જે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ઓપરેશન ન કરી શક્યા ત્યારે સમાજ પાસે મદદ માંગી અને આ મદદમાં સમાજના તમામ નામી-અનામી વ્યક્તિઓ સહભાગી અને નિમિત્ત બન્યા તેમના માટે ખુશીના સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે કસ્તુરબા હોસ્પિટલ વલસાડ ખાતે ચાર ઓપરેશન કરવામાં આવ્યા હતા. પરંતુ અગમ્ય કારણોસર પાંચમું ઓપરેશન આશીર્વાદ હોસ્પિટલ સુરત ખાતે ૯/૨/૨૦૨૨ કરવામાં આવ્યું હતું. આજે સવારે ૭:૩૦ થી ૧૦:૦૦ કલાક સુધી આ દીકરીનું ઓપરેશન ચાલ્યું હતું. જેમનું ઓપરેશન ડોક્ટર સમીર વાઢેર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓપરેશન કર્યા બાદ જેન્સીના દાદા જશવંતભાઈ છગનભાઈ પટેલ, દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના કોટડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં જિજ્ઞેશકુમાર ભીખુભાઈ પટેલ તથા આ દીકરીના મામા પ્રિતેશભાઇ પટેલને ડૉ. સમીર વાઢેર સાહેબ દ્વારા ઓપરેશન અંગેનું વિસ્તૃત માર્ગદર્શન તથા આ દીકરીનું ઓપરેશન સફળતાપૂર્વક થઇ ગયું છે. તેમની અથાક મેહનત અને પ્રેરણા આપવામાં આવી. આમ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી કાનજીભાઈ પટેલ સાહેબની દીર્ઘદ્રષ્ટિ તથા વાંસદા ભાજપના પ્રભારી મંત્રી જયંતીભાઈ પરમારે સી.આર.પાટીલ સાહેબને ફોન કર્યો તેમજ નરેશભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મોટી રાહત આપવા અને દીકરીનો વિડિઓ લોકો સુધી પોહચાડનાર સમાજના જાગૃત યુવા હિમાંશુ ભાઈ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી રણીયાર કણબી પ્રાથમિક શાળાના શૈલેષભાઈ એન ભાભોર સાહેબ, શાળા પરિવારમાં ઉર્મિલા બેન અને હેમલતાબેન, જશવંતભાઈ છગનભાઈ પટેલ અને જેમણે પણ નામી અનામી વ્યક્તિ આ સામાજિક લાગણી ભર્યા કામમાં જોડાયા તે બદલ અને સક્રિય ફાળો આપ્યો તે બદલ પરિવાર આભાર માન્યો છે.

