વલસાડ: ગતરોજ વલસાડ તાલુકાના મુળી ગામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં અસર પામતા 44 પરિવારો જે ઘર વિહોણા થવાના હોઈ એવા મારાં આદિવાસી સમાજના લોકો સાથે મુલાકાત કરી અને સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર એમની પડખે હોવાનું વચન આપવામાં આવ્યું હતું.
ધરમપુર તાલુકાપંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલનું કહેવું છે કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અમારા સમાજ ના લોકોને વિકાસ ના નામે વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. એ 44 પરિવારોએ સરકારશ્રીના અધિકારીઓ ને વિસ્થાપિત થવાની પણ તૈયારી દાખવી. પરંતુ એના બદલામાં મુળી ગામમાં સરકારી જગ્યા હોઈ ત્યાં જગ્યા ફાળવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. અમેં આ વિભાગના અધિકારીને પુછવા માંગીએ છીએ કે અમે આદિવાસી આ દેશના માલિક છીએ અને અમે ભીખ નથી માંગી રહ્યા. આ જગ્યા ફાળવવા બાબતે અમુક સ્થનિક લોકો વિરોધ કરી રહ્યા હોવાની પણ વાત કરવામાં આવી અમે એમને જણાવવામાં માંગીએ છીએ કે આદિવાસી સમાજ હવે એટલો પણ પાગળો નથી કે પોતાના અધિકાર ન લઈ શકે. અમને અમારા ભગવાન બાબા સાહેબએ સંવિધાનની જે તાકાત આપી છે એના આધારે અમને અમારો હક લેતા સારી રીતે આવડે છે.
આ પ્રસંગે જ્યાં મુળી ગામના સરપંચશ્રી ઉમેદભાઈ અને જીતેન્દ્રભાઈ પટેલ BTS પ્રમુખશ્રી વલસાડ, મયુરભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા રાકેશભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા હર્ષદભાઈ, રાજેશભાઈ, વિકિભાઈ, તેમજ આદિવાસી સમાજ યુવાનો અને વડીલો હજાર રહ્યા હતા.