ધરમપુર: ધરમપુરનાં અંતરિયાળ વિસ્તારના એક ગામની ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા 04 ફેબ્રુઆરી 2022 ના રોજ સાડા નવ વાગ્યાના ઘરેથી ગામની હાઈસ્કૂલમાં જવા નીકળી હતી પણ સાંજે હાઇસ્કૂલ માંથી પરત ન ડુંગર પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર ધરમપુર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ધરમપુરનાં અંતરિયાળ વિસ્તારના એક ગામની ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા 04 ફેબ્રુઆરી 2022 ના રોજ સાડા નવ વાગ્યાના ઘરેથી ગામની હાઈસ્કૂલમાં જવા નીકળી હતી પણ સાંજે હાઇસ્કૂલમાંથી પરત ફરતાં પરીવારે ગામમાં અને આજુબાજુમાં શોધખોળ કરવા છતાં મળી ન હતી. બીજા દિવસે પણ સગીરાની ભાળ મળી ન હતી. અને 06 ફેબ્રુઆરીના રોજ તેમના સાળાએ ફોન કરી જણાવ્યું હતું કે સગીરા તેમના ગામમાં આવેલા ડુંગર ઉપર કાજુના ઝાડની નીચે ગળામાં ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં જમીન ઉપર પડેલી છે. દીકરીની જાણકારી મળતા પરિવાર ઘટના સ્થળ પર પોહચ્યો હતો.
દીકરીના પિતાએ ધરમપુર પોલીસને કોઈ અગમ્ય કારણસર પોતાની દીકરીએ ફાસો ખાધો હોઅવાની જાણકારી આપી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પોહચી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા પોતાના ચક્રો ગતિમાન કાર્ય છે.

