ચીખલી: રાનકૂવાની પ્રાથમિક શાળામાં ધોરણ-4માં ભણતી વિદ્યાર્થિનીને આંતરભાગ સહિત અન્ય ભાગ જન્મથી જ ન હોવાના કારણે બાળકી પીડા ભોગવી રહી હતી અંગે સોશિયલ સાઈટ ફરતા વિડીયોથી શિક્ષકો અને ભાજપના નેતાઓ સંવેદનશીલ બન્યા અને તેમને બાળકીને મદદ કરવા માટે ભંડોળ ભેગી કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે
બાળકીને મદદગાર બનનારા વિષે વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકામાં આવેલ તેતરીયા સી.આર.સીમાં આવેલી કોટડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જિજ્ઞેશભાઈ પટેલે અને તેમના સાથી કર્મચારીને કરી અને બે લાખની મદદ કરી હતી. આ ઉપરાંત ઓપરેશનના ખર્ચને પોહચી વળવા જીજ્ઞેશભાઈએ વાંસદા ભાજપનાં પ્રભારીને મદદ માટે વાત કરી અને એમણે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને અને ગણદેવીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલને જાણ કરી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી બાળકીના ઓપરેશન માટે ફંડ ફાળવવા રજૂઆત કરી જેનાં ફળ સ્વરૂપ હવે 9મી ફેબ્રુઆરીના રોજ આ બાળકીનું ઓપરેશન સુરતમાં થવા જઈ રહ્યું છે.
ત્યારે હાલમાં સમગ્ર વિસ્તારમાં શિક્ષકની વાહવાહી થઇ રહી છે આ શિક્ષકે ફરી એક વખત કાકા સાહેબની વિધાન સાર્થક ઠરાવ્યું છે કે શિક્ષક કભી સાધારણ નથી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ