ગુજરાત: ગુજરાતમાં કોરોના કેસો સતત ઘટી રહ્યા છે. શાળાઓ આવતીકાલથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 3897 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. હવે કોરોનાની ત્રીજી લહેર અંત તરફ વળતી હોય એવા એંધાણ જોવા મળી રહ્યા છે.
આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1263 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 147 કેસ તો રાજકોટ શહેરમાં 99 કેસ, વડોદરા શહેરમાં 777 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 113 કેસ, ભાવનગર શહેરમાં 36 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
કોરોનાને લીધે 19 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 10,273 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 44,618 સંખ્યા સુધી પહોંચી ગઈ છે.બોટાદ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.