નવસારી: બીલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે પતિએ પત્નીની હત્યા કરી હતી. છૂટાછેડા થયા બાદ આક્રોશમાં આવી પતિએ પત્નીને ચપુના ઘા મારી અને તેને મોતને ઘાટ ઉતારી પત્નીની હત્યા કરીને ભાગતા સમયે પતિને ગણદેવીના વલોઠી ગામ પાસે અકસ્માત થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ બીલીમોરામાં મોડી રાત્રે આ ખૂની ખેલ રચાયો હતો. અને નવસારીના વિજલપોરનો આ યુવક છે. જેના થોડા સમય પહેલા લગ્ન થયા હતાં. પરંતુ કોઈક મનમોટાવના કારણે છૂટાછેડા થયા હતા. તે પછી આક્રોશમાં આવીને પતિએ મોડી રાતે જઈને જે એની પૂર્વ પત્ની હતી. એની સાથે મારામારી કરી હતી. જેને ચપુના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ પતિ ત્યાંથી ભાગી રહ્યો હતો ત્યારે ગણદેવી નજીક વલોઠી ગામ પાસે એને અકસ્માત થયો હતો ત્યાં પણ એણે એક વ્યક્તિને અડફેટમાં લીધો છે. ત્યાર બાદ તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને આરોપી પતિને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને તમામ હકીકત જાણી વધુ તપાસના તમામ ચક્કરો ગતિમાન કર્યા છે.