ગુજરાત: ગુજરાતમાં પણ હવે આરોગ્યના ક્ષેત્રમાં આધુનિક સાધનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ જ્યાં કેન્સરના દર્દીની રોબોટ દ્વારા રેડિયોથેરાપી સારવાર કરવામાં આવી રહી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ જ્યાં કેન્સરના દર્દીની રોબોટ દ્વારા રેડિયોથેરાપી સારવાર કરવામાં આવી રહી છે. રાજ્ય આરોગ્ય વિભાગના સહયોગથી અમદાવાદ સિવિલ મેડિસીટીની G.C.R.I. હોસ્પિટલમાં ૪૫ કરોડના ખર્ચે સાયબર નાઇફ-રોબોટિક મશીન કાર્યરત થયુ છે.
આરોગ્યના ક્ષેત્રમાં આધુનિક સાધનો હાલમાં મોટાભાગની હોસ્પિટલોમાં જોવા મળે છે ત્યારે હવે ગુજરાતમાં કેન્સરના દર્દીની રોબોટ દ્વારા રેડિયોથેરાપી સારવાર એક વરદાન સાબિત થશે.

