ચીખલી: ચીખલીના કુકેરી ગામના સીમાડા આવેલી કાવેરી નદીના કાંઠા પર ગંદકીની સામ્રાજ્ય હતું ત્યારે Decision Newsએ ગામના સરપંચનું આ બાબતે ધ્યાન અને તેમણે ગંદકી દુર કરવાનું વચન આપ્યું અને પાળ્યું પણ… જો વિડીયોમાં..

આપણે જાણીએ જ છીએ કે આજે સરકાર સરકાર સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પણ પૂરતા પ્રમાણમાં સ્વચ્છતા ક્ષેત્રમાં સાર્થક પુરવાર થઇ શકી નથી પણ જ્યારે ગામના મુખી એટલે કે સરપંચ જ પોતાના ગામને સ્વચ્છ બનવાની નેમ લઇ લે તો સરકારનું સ્વચ્છતાનું મિશન જરૂરથી સફળ થાય આનું ઉદાહરણ કામ કર્યું છે ચીખલી તાલુકાના કુકેરી ગામના સરપંચે..

ચીખલી તાલુકામાં કુકેરી ગામના સીમાડા પર વહેતી કાવેરી નદી કાંઠે ગંદકીનુ સામ્રાજ્ય હતું આ ગંદકીનુ સામ્રાજ્ય અંગે Decision newsને ધ્યાને આવત નવા વરાયેલા નવ નિયુક્ત કૂકેરી ગામના સરપંચશ્રી મેહુલભાઈને જાણ કરવામાં આવી અને તેમણે સ્થળ પર આવી ગંદકીનુ નિરીક્ષણ કર્યું. એમણે સ્વીકાર્યું કે ખરેખર ગંદકીનું સામ્રાજ્ય બોજ વધી ગયું છે અને આ ગંદકી નદી કિનારે હોવાથી કુકેરી ગામ પશુ પાલન પર નિર્ભર છે ત્યારે ત્યાંના લોકો નદી કિનારે પશુને ચરાવવા કે પાણી પીવડાવવા માટે લાવતા હોય છે ત્યારે મેહુલભાઈએ આ બધી બાબતોને ધ્યાનપર લય તાત્કાલિક ગંદકી હટાવવાની વચન આપ્યું અને તેમણે ગણતરીના કલાકોમાં નિષ્ઠાપૂર્વક કરીને બતાવી જેથી ગામના લોકોને નવ નિયુક્ત સરપંચશ્રી મેહુલ ભાઈ પર ગર્વ મેહસૂસ થયો અને કુકેરી ગામમાં વાતનું વંટોળ ફરી વળ્યુ કે સરપંચ હોય તો આવા..