આહવા: અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કામ ચોરીઓ જો તમે ઉત્તમ નમુનાઓ જોવા માંગતા હોવ તો તમારે ડાંગમાં સરકાર દ્વારા ઉડાણના વિસ્તારોમાં કરવામાં આવી રહેલા કામોના સ્થળોની મુલાકાત લઇ શકો છો. તેમાંનું જ એક કામ વિષે આજે વાત કરીએ તો આહવાના કામદ ગામમાં કરવામાં આવેલ નાળાનું કામ…
Decision Newsને મળેલી માહતી મુજબ આહવાના કામદ ગામમાં જે નાળાનું કામ કરવામાં આવ્યું છે તેમાં લોકોના જણાવ્યા અનુસાર નકરી વેઠ ઉતારવામાં આવી છે જે નજરે જોઈ શકાય છે અધિકારીઓ કામની ચકાસણી માટે આવ્યા અને જોઈને કામ ખુબ સરસ થઇ ગયું એમ કહી ચાલ્યા ગયા પંરતુ હકીકતમાં નાળાનું કામ ખુબ નબળું કરવામાં આવ્યું છે કામમાં ગોબાચારી થઇ છે પણ અધિકારીઓ પોતાના મળતીયાને બચાવવા અને કમીશન મેળવવા તેમનો બચાવ કરી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે.
લોકોમાં ચર્ચાનો વિષય છે કે આવા કામો કરીને અધિકારીઓ શું સાબિત કરવા માગે છે. લોકોએ અધિકારીઓને જણાવ્યું તો તેમનું કહેવું છે કે ગ્રાન્ટ ઓછી પડવાના કારણે આવા કામો અમારા દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે આ નબળા કામ માટે દોષિત કોણ ? અને નુકશાન કોને ?

