કપરાડા: વલસાડના છેવાડે આવેલા આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તાર કપરાડા તાલુકાના જામગભણ ગામે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા આજરોજ સ્વાશ્રય વર્ગમાં તાલીમ લીધેલ વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને સ્થાનિક અરવિંદભાઈ વળવી પાસેથી મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં સ્વાશ્રય વર્ગમાં તાલીમ લીધેલ 30 વિધાર્થીને આત્મનિર્ભર બને એ હેતુથી વિદ્યાર્થીઓને દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા મફત સીવણ ક્લાસ કરાવવામાં આવ્યા હતા જેમાં તાલીમ લીધેલ 30 બહેનોને જામગભણનાં પ્રથમ નાગરીક સરપંચશ્રી મગનભાઈ બી. સાપટ અને ડેપ્યુટી સરપંચ શ્રીનાં હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
હાલમાં દિવાળીબેન ટ્રસ્ટ અંતરિયાળ ગામડાઓમાં લોકો આત્મનિર્ભર બની પોતાના જીવનને એક નવા રૂપમાં રંગી શકે તેના માટે વિવિધ પ્રયાસો કરી રહ્યું છે તેમાં આ સ્વાશ્રય વર્ગ હેઠળ જે સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવી રહી છે તે પણ એક ભાગ જ છે.

