ચીખલી: હું સરપંચ છું ગામને સ્વચ્છ રાખવું મારું કર્તવ્ય છે… આ શબ્દો છે ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં સરપંચના.. જો ગામમાં આવા સરપંચ મળી જાય તો ગામમાં ઉભી થતી અડધી આરોગ્યની સમસ્યા ઓછી થઇ જાય એ નક્કી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના સાદડવેલ ગામના નવા ચુંટાયેલા સરપંચે ગામમાં સ્વચ્છતા માટે એક અનેરો પ્રયાસ કર્યો છે તેમણે ગામમાં લોકોની સ્વાસ્થ્ય સ્વસ્થ રહે એ હેતુ થી ગામમાં અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને શુક્રવારે સ્વચ્છતા અભિયાન હેઠળ વાહન ફેરવવાનું ચાલુ કરાવ્યું છે જેથી એ ગામમાં લોકો  કોઈપણ પ્રકારના કચરાને આ વાહનમાં નાખે અને કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તો સ્વચ્છ ગામની સંકલ્પના સાર્થક થાય. ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતની ચુંટણી જીત્યાની શરૂવાત થી ગ્રામજનો અને ગામના હિત માટે વિચારતા સરપંચ મેળવી અમે ખુશ છીએ. સરપંચ હોય તો આવો બાકી ના હોય તો સારું..

સાદડવેલના સરપંચે ગ્રામ જનોને પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે તેમણે શરુ કરેલા કાર્યમાં સહકાર આપવા અપીલ કરી છે. તમે જાણો છો કે સાદડવેલ ગામના સરપંચે થોડા દિવસ પહેલા જ પોતાના ગામમાં અનુસૂચી 5 નું અમલીકરણ કર્યું છે અને હવે આ તેઓ ગામને સુંદર અને સ્વચ્છ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે.