ચીખલી: આજરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામ ખાતે આવેલ વારી નામની સોલાર બનાવતી કંપનીમાં સ્થાનિકોને રોજગારી અને દબાણને લઈને BTTS સંગઠન સ્થાનિકોના સમર્થનમાં સાથનિકો સાથે ભેગા મળી કપંની વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી અનુસાર ચીખલી તાલુકાના દેગામ ગામ ખાતે આવેલ વારી નામની સોલાર બનાવતી કંપનીમાં સ્થાનિકોને રોજગારી આપવા તેમજ કંપનીની બાજુમાંથી પસાર થતી પનીયારી ખાડીમાં કંપની દ્વારા દબાણ કરવામાં આવ્યું છે એના લીધે બાજુના ખેડૂતોના પાક તથા જમીન ધોવાણ થવાની સંભાવના છે જે દબાણ દૂર કરવામાં આવે તેમજ કંપનીમાં કામ કરતા કામદારોને નિયમ વિરૂધ્ધ 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરાવી પૂરતો પગાર પણ નહિ આપી શોષણ કરવામાં આવી રહ્યું છે એ અટકાવવામાં આવે એવી માંગ સાથે કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જુઓ વિડીયોમાં…
BTTSના પ્રમુખ પંકજ પટેલનું કહેવું છે જો આ માંગો દિન 15 માં સ્વીકારવામાં નહિ આવે તો BTTS સંગઠન સ્થાનિકોના સમર્થનમાં સાથનિકો સાથે ભેગા મળી વારી કંપનીના ગેટ પાસે કે કલેકટરશ્રી સમક્ષ ધરણા સત્યાગ્રહ કરવાની ફરજ પડશે અને એની સંપૂર્ણ જવાબદારી વારી કંપની અને તંત્રની રહશે જેની નોંધ લેવી.

