કપરાડા: ગુજરાતના કપરાડાના ચાર ગામોને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સમાવેશ કામે મીડિયાના માઘ્યમથી મળેલ માહિતી તથા ગામના સરપંચ અને અન્ય આગેવાનોની કપરાડા ખાતે મુલાકાત બાદ આજરોજ તા.03 ફેબ્રુઆરી 2022ના દિને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ તથા કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી માહદુભાઈ સરનાયકના નેતૃત્વમાં અન્ય આગેવાનો સાથે નગરની મુલાકાતે લીધી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નગર ખાતે સ્થાનિક ગ્રામજનો સાથે અભિપ્રાય અને રજુઆત સાંભળવા તથા જરૂરી માર્ગદર્શન અને આગામી દિવસોમાં નગર તથા મધુબન, રાઈમાળ, અને મેઘવાળને સંઘ પ્રદેશમાં સમાવવા કામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો, ગુજરાતની જમીન સાથે જોડાયેલ છે. તેમની અન્ય રજુઆત પાણીનો પ્રશ્ન, રોજગારી, શિક્ષણ, જેવી બાબતોથી જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ આગામી દિવસોમાં રાજ્ય સરકારના અધિકારીઓ સાથે આ કામે જરૂરી વાતાઘાટો કરવા અને જરૂર લાગશે તો ભાવિ રણનીતિ અંગે દરેક ગામના સ્થાનિક આગેવાનો, સરપંચશ્રી ધવલુભાઈ, વિજયભાઈ ગાવિંત, તુષારભાઈ ગાંવિત, રતનભાઈ ભોયા અને લાહનુંભાઈની રજુઆત સાથે પરામર્શ કરી મામલતદારશ્રી, કલેકટરશ્રીને આવેદનપત્ર, પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ કે અહિંસક ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, જે બાબતે ગુજરાતના નેતાઓને આદિવાસીઓના હિત, ગરીબ પરિવારને ન્યાય, ગરીબ પરિવારનો અવાજ સાંભળવા હાકલ કરી હતી.

કાર્યક્રમમાં કપરાડા તાલુક કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક, કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા બાબનભાઈ તાલુકા કોંગ્રેસના મંત્રી અને કોઠારના માજી સરપંચશ્રી ઈશ્વરભાઈ મિશાળ, ગામના સરપંચશ્રી ધવલુભાઇ, કપરાડા યુથ કોંગ્રેસના સીનીયર આગેવાન અશ્વિનભાઇ ભોંવર, યુંવા આગેવાન વિજયભાઈ ગાંવિત, તુષારભાઈ ગાંવિત તથા ગામનાં યુવાનો સીનીયર આગેવાનો મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, ગ્રામજનો હાજર રહ્યા હતા.