ગુજરાત: હાલમાં જ ગુજરાતમાં હવે 12 પાસ લોકો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક ઉભી થઇ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગ્રામ પંચાયત સેક્રેટરીના પદ માટે અરજીઓ આમંત્રિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં 12 પાસ લોકો અરજી કરી શકે છે.
12મું પાસ લોકો માટે પણ સરકારી નોકરી મેળવવાની આ સારી તક છે. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 3437 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે 15 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે.
જેઓ GPSSB ગ્રામ પંચાયત સચિવ ભરતી 2022 હેઠળ અરજી કરવા માંગે છે. તેઓએ અધિકૃત વેબસાઇટ્સ- gpssb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે. અહીં ભરતીની સૂચના અને અરજી કરવાની લિંક આપવામાં આવશે. તેના પર ક્લિક કરો અને અરજી ફોર્મ ભરો.

            
		








