ધરમપુર: વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતાં ધરમપુર તાલુકાના વાસ્મોના સ્ટાફ પાસે માંગેલ માહિતી આજદિન સુધી ન મળતાં આજરોજ પુનિટ મેનજરશ્રીને જિલ્લા જળ અને સ્વસ્છતા એકમ વલસાડને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકામાં વાસ્મો દ્વારા થયેલ નીચે મુજબની માહિતી આપવા રજૂઆત કરવામાં આવી હતી જેમાં 1.TSP માં વાસ્મો દ્વારા થયેલા કામગીરી (2019-20-,2020-21-2021-22)ની વિગત. 2. આ ત્રણ વર્ષ માં કેટલા કામો થયા. તેનું એસ્ટીમેન્ટ અને ચુકવેલ બિલની નકલ. 3. થયેલ કામો અને હાલ તે TSP માં થયેલ યોજના ચાલુ છે કે બંધ તે ગામ વાર માંહિતી. 4. સ્ટ્રાકચરો ગુણવતા યુક્ત બનેલ છે કે કેમ? 5. ધરમપુર તાલુકામાં વાસ્મો દ્વારા મંજુર થયેલ તમામ ગામોની વિગત થતા એસ્ટીમેન્ટ ની નકલ. 6. પાઇપની ગુણવતા સરકારશ્રી ના નિયમ મુજબ ટેસ્ટ થયેલ છે કે કેમ તેની વિગત અને પાઇપ ટેસ્ટિંગ ની ધરમપુર તાલુકા ના તમામ ગામો ની નકલ, 7. પાઇપો નિયમ મુજબ જમીન થી કેટલા ફૂટ ઉંડાઇ રાખવાની હોઈ છે તેની માહિતી. 8. ધરમપુર તાલુકામાં થયેલ કામો ની તમામ પાઇપ લાઈનો નિયમ મુજબ ઉંડી દટાયેલ છે કે કેમ?
આ તમામ માહિતીની માંગણી તાત્કાલિક આપવા વિંનતી કરવામાં આવી છે અને જો આની સંતોષકારક માહિતીના મળી તો ધરમપુર તાલુકા આદિવાસી સમાજ જન આંદોલન કરતા પણ અચકાશે નહીં નું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલનું કહેવું છે.

