ધરમપુર: ગતરોજ વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે કપરાડા તાલુકાના મોટી વહિયાલ નિશાળ ફળીયા ખાતે કોતરમાં છાપો મારી અશોક લેલન્ડ ટેમ્પો,અને મેક્સ જીપમાં ભરેલો રૂ.2.78 લાખનો બિન વારસી ખેરનો જથ્થો ઝડપી પાડયો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ વન વિભાગે કુલ 21.78 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નાનાપોઢા વન વિભાગ,નાનાપો ઢા પોલીસ અને ધરમપુર રેન્જના અધિકારી કર્મચારીઓની બનેલી સંયુક્ત ટીમે કપરાડા તાલુકાના મોટી વહિયાલ ગામના નિશાળ ફળીયા કોતરમાં છાપો મારી બિનવારસી અશોક લેલન્ડ ટેમ્પો નંબર MH-48- BM-7569 માંથી ખેર નંગ 532 અને મહેન્દ્ર મેક્સ જીપ નંબર GJ-15-BB-354 માંથી 62 નંગ ખેરનો જથ્થો કુલ નંગ 594 કી. રૂ.2,78,124 ઝડપી પાડ્યો હતો.
લાકડાનો જથ્થો અને વાહનો નાનાપોઢા ડેપો ખાતે જમા કરાવ્યો હતો. તાલુકામાં ખેર અને સાગના લાકડા ચોરો ફરી મેદાનમાં આવ્યા હોય તેમ તેમ વન વિભાગ દ્વારા લાકડા ભરેલા વાહનો ઝડપી લેવાયા છે. જોકે નોંધનીય બાબત એ છે કે મહત્તમ કેસોમાં લાકડાનો જથ્થો વાહનો બિન વારસી મળી રહ્યા છે

