ડેડિયાપાડા: ડેડિયાપાડા તાલુકાના લાડવા ગામથી મોજરા ગામ વચ્ચે તરાવ નદી પર પુલ ન હોવાથી કાબરી પઠાર પંચાયતના સરપંચ દિવાનજીભાઈ વસાવાએ મનરેગા યોજના હેઠળ કામ મંજુર કરી ગામના લોકોને અવર નવાર જવા રસ્તો બનાવી આપ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડેડિયાપાડા તાલુકાના લાડવા ગામથી મોજરા ગામ વચ્ચે તરાવ નદી પર બેબાર, ધુથર, ટેકવાડા, ફુલસર, કંજાલ, ગડ, આટલા ગામોના લૉકો માટે જિલ્લા મથકે કે તાલુકા મથકે જવા માટે દર વર્ષે આ નદી પર વધારે પાણી હોવાને કારણે પાણીમાં ઊતરવું પડે છે આ શિયાળાની ઠંડીમાં પાણીમાં ઉતરવું બહુ જ મુશ્કેલી વેઠવી પડે છે સરપંચ દ્વાર એમના જે સી. બી. તેમજ ટ્રેકટર આપી શ્રમ દાન કરી લોકો માટે અવાર-નવાર જવા માટે આ તરાવ નદી પર ડેમનું કામ કરી 2 વ્હીલ 4 ફોરવિલ જવા માટે તૈયાર કરી આપવામાં આવ્યું છે.

આવનારા સમયમાં જો સરકાર તરફથી આ નદી પર પુલ મંજુર કરી આપવામાં આવે તો આ સમસ્યા દૂર થાય એવી ગ્રામજનોની માંગ કરી છે.