ડેડીયાપાડા: સાગબારા પોલીસ મથકે સેવા આપી રહેલા P.S.I કે.એલ.ગળચરને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગાંધીનગર ખાતે ડી જી સાહેબના વરદ હસ્તે ઇ.કોપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જેથી તાલુકાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ મથકે સેવા આપી રહેલા P.S.I કે.એલ.ગળચર નિષ્પક્ષ અને ન્યાયી કામગીરી કરી રહ્યા છે આધુનિક તકનીકના ઉપયોગથી ગુના શોધીને દરેક આરોપીને ઝડપીને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને શ્રેષ્ઠ કામગીરી રહ્યા છે સાગબારા PSI કે.એલ.ગળચર ને શ્રેષ્ઠ કામગીરી કરવા માટે ગાંધી નગર ખાતે ડી.જી સાહેબના વરદ હસ્તે ઇ-કોપ એવોર્ડ થિ સન્માનિત કરવામાં આવ્યા છે જેથી પોલીસ સ્ટાફ નગરજનો અને તાલુકા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઇ-કોપ એવોર્ડથી સન્માનિત કરાતા પોલીસ સ્ટાફ તેમજ નગરજનો અને તાલુકાવસીઓ સહિત ચારે બાજુ થી P.S.I કે.એલ. ગળચરને અભિનંદનની વર્ષા થઈ હતી.
BY ચિરાગ તડવી

