ડાંગ: ડાંગ જિલ્લાના વધઇ ખાતે આવેલ વઘઇ નાગરિક બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીમાં બચત કરેલ રૂપિયાની વારંવાર રૂપિયાની માંગણી કરવા છતાં મંડળી દ્વારા રૂપિયા પરત નહિ કરાતા પરિવાર દ્વારા ન્યાય માટે કલેક્ટરશ્રીથી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે ત્યારે આ ગંભીર પ્રશ્ન બાબતે જન પ્રતિનિધિઓ રસ દાખવે એ જ સમયની માંગ છે.

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે આવેલ સહકારી મંડળીમાં બચત કરેલ નાણાં મંડળી દ્વારા સમયસર પરત નહિ કરાતા ગ્રાહકના પરિવાર દ્વારા કલેક્ટરશ્રીથી લઈ મુખ્યમંત્રી કાર્યાલયમાં કરેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના પિતા રમેશભાઈ મુળજીભાઈ સરૈયાનું વઘઇ નાગરિક બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીમાં ખાતું છે અને તેમના માતા સવિતાબેન રમેશભાઈ સરૈયાનું પણ ખાતું છે આ બેંકમાં તેઓ નીકળતા રૂપિયા છે આશરે ₹107000 જેની માંગણી ઘણા સમય થી કરી રહ્યા છીએ.

મંડળીના સંચાલકો દ્વારા જણાવવામાં આવે છે કે બેંક માં ઘણા લોકો ને લોનની ફાળવણી થયેલ છે જે તે વ્યક્તિ કે લોકો એ રૂપિયા ભરતા નથી જેથી રકમ આવતી નથી. આ બેંક લાંબા સમય થી કાર્યરત નથી . શું રકમ ચૂક કરનાર માટે મુકેલ હિસાબ તપાસ રજિસ્ટ્રાર ની રહેછે તો સાહેબ તાપસ દરમયાન એમને પણ કોઈ ભૂલ ના જણાય કેમ બેંક શુષુપ્ત અવશ્થા માં છે કેમ બાકીદારો ને જલ્દી રકમ ભરવા ના જણાવાયું ? ફરિયાદી દ્વારા નોટિસ મોકલાઈ ૧૫ દિવસ અગાઉ તે છતાં મને હજુ પણ કોઈ ની રકમ ના આવતા રૂપિયા મળેલ નથી,ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે ઘણાસમય તેઓ રૂપિયાની માંગણી કરે છે છતાં કોઈ નક્કર પગલાં લેવાયેલ નથી,ત્યારે આ બાબતે તપાસ કરવા અરજ કરવામાં આવી છે.

અથાગ પરિશ્રમ કરી ભાવિ આયોજન સાથે કરેલ બચત મંડળીમાં ટલ્લે ચઢતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે આ બાબતે સલગ્ન તંત્ર રસ દાખવે અને સમસ્યાનું નિરાકરણ કરે તે આવશ્યકતા વર્તાય રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ પરિવારને રૂપિયાની જરૂર પડતા બચત લેવા મંડળીમાં ગયા ત્યારે હજી અનેક સભાસદોના પણ આવનારા દિવસોમાં આ જ પ્રશ્નો ઉદ્દભવે તે વાત નકારી શકાય એમ નથી.ત્યારે સભાસદો પણ જાગૃતતા દાખવી પોતાની મૂડી આ મંડળીમાં સલામત છે કે નહીં તે બાબતે તપાસ કરે તે જરૂરી છે.