ગુજરાત: તમને કદાચ વિશ્વાસ ન થાય પણ આ સત્ય છે કે ભારતમાં અકસ્માત માટે સૌથી જોખમી ફેક્ટરીઓ ધરાવતા રાજ્યમાં ગુજરાત પ્રથમ સ્થાને છે ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારોમાં ધમધમતી અનેક ફેક્ટરીઓ અને કેમિકલ કંપનીઓમાં એક- બે દિવસોને બાદ કરતા કામદારોના જીવન માટે જોખમી અને સ્વાસ્થય સાથે ખિલવાડ થવાની ઘટના બનતી જ હોય છે. પણ અમુક ઘટના બહાર આવે છે અમુકનું બાળમરણ થઇ જતું હોય છે પણ સરકાર દ્વારા ફેક્ટરીઓ તથા કંપનીઓ સામે કાર્યવાહી કરાતી નથી.
એક રીસર્ચ અનુસાર ગુજરાતમાં 50 હજારથી વધુ ફેક્ટરીઓમાં 20 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. અને ભારતમાં સૌથી વધુ ફેક્ટરીઓ ગુજરાતમાં છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના રેકર્ડ મુજબ રાજ્યમાં મેજર એક્સિડન્ટ હેઝાર્ડ (MAH)માં 570 ફેક્ટરીઓ આપણા રાજ્યમાં છે. આ સિવાય ગુજરાતમાં સાડા આઠ હજારથી વધુ સર્ટિફાઇડ બોઇલર્સ હોવાનું અનુમાન છે.
વિસ્તાર પ્રમાણે જોઈએ તો 570 ફેક્ટરીઓમાં સૌથી વધુ ભરૂચમાં 98 અને વડોદરા 89 ફેક્ટરીઓ છે. ફેક્ટરી ઇન્સપેક્ટર્સ, બોઇલર ઇન્સ્પેક્ટર્સ અને GPCB દ્વારા સંબંધિત ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાં વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તેમ છતાં બ્લાસ્ટ, ગેસ ગળતર અને આગ જેવી ઘટનાઓ વારંવાર બનતી હોવાનું જાણવા મળે છે. એક સર્વેમાં નોધાયા અનુસાર રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં 850થી વધુ અકસ્માતોની ઘટના ઘટિત થઇ છે. ઘટનામાં શિકાર બનેલા લોકોનું કહેવું છે કે સરકારની એજન્સીઓની રહેમ નજર હેઠળ ગેરજવાબદાર ફેક્ટરી સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે ફાટીને ધુમાડે ગયાં છે.

